બરડા ડુંગરની ધીંગી ધરામાં પીપળિયા ગામમાં શાળાની સ્થાપના ૨૭/૮/૧૯૫૪ ના રોજ થયેલી છે. એક ઓરડામાં શરૂ થયેલી શાળા ધીમે ધીમે વિકાસ પામી, ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જર્જરીત બની, નેધરલેન્ડ સરકાર દ્વારા મળેલ ફંડમાંથી D.P.Ep. દ્વારા મરામત પામી અને રામક્રુષ્ણ મિશન આશ્રમ પોરબંદર દ્વારા એક નવું બિલ્ડીંગ પણ નિર્માણ પામ્યુ. હાલ આઠ ઓરડાની શાળા બની ચુકી છે.

          
                   હાલ આચાર્ય શ્રી નંદલાલભાઈ વડુકુલ સહિત સાત શિક્ષકનો સ્ટાફ છે. ૮૯ કુમારો અને ૭૮ કન્યાઓ સાથે કુલ ૧૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં બેંચ, લાયબ્રેરી, સેનીટેશન વગેરેની સુંદર વ્યવસ્થા છે.ગામનાં સહકારથી શાળાની બાજુમાં રમત-ગમતનું મેદાન પણ ઉપલબ્ધ બન્યુ છે. અહિં શૈક્ષણિક તેમજ સાંસ્ક્રુતિક એવા તમામ કાર્યક્રમોને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આમ આ શાળા કેળવણીની મીશાલ બની રહી છે.