ગામનો ઇતિહાસ



               આશરે પોણા બસો વર્ષ પહેલાની વાત છે. હાલમાં આવેલા પિપળીયા ગામથી થોડે દુર રાણાવાવ ગામ આવેલુ છે. તે સમયમાં દાનાભાઈ પાણખાણીયા રાણાવાવમાં રહે. તે ખેતી અને સુથારીકામ કરતા. તેનુ ઘર સુખી અને સાધારણ સ્થીતીમાં હતુ. તેણે હજુ સુધી કોઈ ગુરુ ધારણ નહોતા કર્યા તેથી તેણે ગુરુ ધારણ કરવાની ઈસ્છા થતા બીજા જ દિવસે તેના બે મિત્રો એવા આમાભાઈ અને ભીમાભાઈ સાથે ગુરુની શોધમાં નીકળી પડ્યા.


               આમ કરતા કરતા બે મહિનાના સમયગાળામાં તેઓને એક મહાત્માનો ભેટો થયો. ત્રણેય મહાત્માનાં ચરણોમાં પડ્યા અને મહાત્માનાં જ્ઞાનની વાતો સાંભળી. વાતોથી પ્રભાવીત થઈ તેઓએ મહાત્માને દિક્ષા આપવા મટેની અરજ કરી. મહાત્મા દિક્ષા આપવા તૈયાર થયા પરંતુ ગુરુબોધ તે પોતાના પછીના અવતારમાં આપશે તેમ વાત કરી, કારણ કે મહાત્મા વહેલી સવારે સમાધી લેવાના હતા. આમ મહાત્માએ ત્રણેયને દિક્ષા આપી તેમજ આમા અને ભીમાને એક ઝોળી અને ધોકો આપ્યા અને કહયુ કે હુ જ્યારે આવીને માંગુ ત્યારે જાણજો કે હું જ છુ. તેમજ મહાત્માએ આમા અને ભીમાને ખાગેશ્રીમાં રહેવા કહયુ. આટલું કહિ મહાત્માએ સમાધી લીધી.


               સમય પાણીનાં રેલાની જેમ વિતવા લાગ્યો. તેવામાં મહાત્માએ ખાગેશ્રીમાં એક ગરીબ ધોબીના ઘરમાં જન્મ લીધો. તેના માતાપિતાએ તેમનુ નામ તુલસી પાડ્યુ. સમય જતા તુલસી બાર વર્ષનો થઈ ગયો. તે દરરોજ ગધેડાચારવા જતો.


               એક દિવસની વાત છે, સાંજનો સમય હતો અને તુલસી સીમમાં ગધેડા ચારતો હતો ત્યારે ભગવાન દ્વારકાધીશ સાધુ સ્વરુપે તુલસી પસે આવ્યા અને કહયુ જા બચ્ચા સામેનાં તળાવમાંથી મારા કમંડળમાં થોંડુ પાણી ભરી લાવ. કમંડળ ભરી તુરંત આવજે એટલું કહી ભગવાન અંતરધ્યાન થઈ ગયા. તે જ સાથે બાળક તુલસીની પ્રકૃતિ બદલાઈ ગઈ. તેને પુર્વજન્મનું જ્ઞાન થયું. તે જ દિવસે દાનાભાઈ રાણાવાવથી આમા અને ભીમાને ત્યાં સત્સંગ કરવા આવ્યા હતા. સત્સંગ પુરો થયો ત્યાં તુલસી કમંડળ સાથે ત્યાં આવ્યો અને દાનાને કહયુ. દાના આ બન્નેને કે હું સમય પ્રમાણે આવી ગયો છુ. મારી વસ્તુ ઝોળી અને ધોકો આપો એટલે હું મારે રસ્તે પડું. આ વાત સાંભળી ત્રણેય તુલસીદાસના ચરણમાં નમી પડ્યા અને થોડા સમયમાં તે રાણાવાવ આવશે તેવું કહયુ.


                 ત્યારબાદ તુલસીદાસબાપુ ઢાંક ગયા. ત્યાં તેમણે જગ્યા વસાવી. સમય જતા તેઓ રાણાવાવ આવ્યા. રાણાવાવથી લગભગ ત્રણ કિલોમીટર દુર આવેલા એક નિર્જન સ્થળે જગ્યા વસાવી. આ જગ્યામાં બધા ઘર સાધુઓના જ હતા.


                 તુલસીદાસબાપુનાં શિષ્ય એવા બાપોદર ગામનાં દુદા જોધા મેર બાપુ ને મળવા આવ્યા અને ત્યાં જ રોકાઈ ગયા. પછી તેમણે આ ગામનો વિકાસ કર્યો. ધીમે ધીમે આ ગામમાં બ્રાહ્મણ, બાવાજી, આહિર અને મેર જ્ઞાતીના લોકો વસવા લાગ્યા. આમ સંત શ્રી તુલસીદાસ બાપુની જગ્યાનો વસવાટ થયો. સ્થાપના થઈ ત્યારથી જ હાલના પિપળીયા ગામનો જન્મ થયો. પેહલે થી જ આ ગામનું નામ પિપળીયા છે.


આ મહાન સંત શિરોમણી શ્રી તુલસીદાસ બાપુને લાખ લાખ વંદન
                    તુલસીદાસ બાપુની જય.